kadach - Free-verse | RekhtaGujarati

મને મેવાડમાં મીરા મળી નહીં.

મને વૃંદાવનમાં રાધા મળી નહીં.

પણ કદાચ

એમાં મારો પણ દોષ હોય.

મેં મુંબઈ છોડ્યું હોય!

સ્રોત

  • પુસ્તક : કવિતા : ડિસેમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ