માઈલોના માઈલો મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ.
પેલા દૂર ડુંગર સરી જાય અંદર, -ડૂબી જાય
મજ્જારસમાં, સરિતાઓ નસોમાં શોણિતના
વહેણમાં વહેવા માંડે, સરોવરો
પહોળી આંખોની પાછળ આખાં ને આખાં
ડબક ડબક્યાં કરે. લહેરાતાં
ખેતરોનો કંપ અંગઅંગે ફરકી રહે.
જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ, -આંગણાં ઓકળી-લીંપેલાં,
છાપરે ચઢતો વેલો...ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઈ બેઠેલું પતંગિયું...
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઈ રહે.
માઈલોના માઈલો મારી આરપાર પસાર થયાં કરે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થાય છે.
ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ.
એકમેકની આસપાસ ચકરાતા ક્વાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ, -ચાલ્યાં આવે.
હરણ્ય મારી ભીતર કૂદી. પૂંઠે વ્યાધ, લાંબોક વીંછુડો...
અવકાશ બધો પીધાં કરું, તરસ્યો હું. ઝંઝાનાં તાંડવ,
ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ.
વસંતલ પરિમલ -અંદર રહ્યું કોઈ એ બધુંય ગટગટાવે.
અનંતની કરુણાનો અશ્રુકણ? -કોઈ ખરતો તારો;
ધરતીની દ્યુતિ-અભીપ્સા ? – કોઈક ઝબૂકતો આગિયો;
સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઈ રહે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.
દિલ્હી, ૧-૯-૧૯૭૯ (ધારાવસ્ત્ર)
mailona mailo mari andar pasar thay chhe
doDti gaDiman hun sthir, achal
pela door Dungar sari jay andar, Dubi jay
majjarasman, saritao nasoman shonitna
wahenman wahewa manDe, sarowro
paholi ankhoni pachhal akhan ne akhan
Dabak Dabakyan kare laheratan
khetrono kamp angange pharki rahe
jane hatheliman rame pelan gharo,
jhumpDio, angnan okli limpelan,
chhapre chaDhto welo tyan pase kanyana jhabhla par
welbutto thai bethelun patangiyun
smritine tantne etlunk tingai rahe
mailona mailo mari arpar pasar thayan kare
wishwonan wishwo mari arpar pasar thay chhe
ghumti prithwi upar hun matini shrinkhlathi baddh
ekmekni asapas chakrata kwasar, niharikao,
akashgangao, nakshatronan dhan, chalyan aawe
haranya mari bhitar kudi punthe wyaadh, lambok winchhuDo
awkash badho pidhan karun, tarasyo hun jhanjhanan tanDaw,
ghurratan wadal, winjhati widyut, unalu lu
wasantal parimal andar rahyun koi e badhunya gatagtawe
anantni karunano ashrukan? koi kharto taro;
dhartini dyuti abhipsa ? – koik jhabukto agiyo;
smritina samputman atlik aasha sachwai rahe
wishwonan wishwo mari arpar pasar thayan kare
dilhi, 1 9 1979 (dharawastr)

સ્રોત
- પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 81)
- સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2005