gharjhurapo - Free-verse | RekhtaGujarati

ઘરઝૂરાપો

gharjhurapo

હિમાંશુ પટેલ હિમાંશુ પટેલ
ઘરઝૂરાપો
હિમાંશુ પટેલ

મારું તડકે સાંધ્યું,

દળ દાઝ્યું ગામ.

જ્યાં ડાઘુઓ

રસ્તાને શેઢે ઉભડક બેસી રહે,

ટાઢ બીડીમાં બળે, પોલો ખોબો ભરી,

ડમણિયું સાંજે માથું ધુણાવે,

ઘર મારામાં રમણભમણ,

હું અહીં

પાછો આવીશ, અને

પરિયા જેવું મરીશ.ફરીથી.

પછી-

પડખે તમાકુમાં

મારી રાખ વેરી દેજો

અને, મને બીડી વાળી પી જજો.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ