beek - Free-verse | RekhtaGujarati

એને

મરણની અસર નથી થતી,

સ્મરણની પણ અસર નથી,

વરસાદમાં પલળે પણ ઉચ્ચરે કશું

ઉત્સવ જેવું પણ પ્રગટે કશું એનામાં,

આનંદ કે આંસુનું પણ

નથી નામોનિશાન આના ચહેરા પર,

મને બીક છે,

કે

આપણા નગરને ચાર રસ્તે ઊભેલી

પ્રતિમા

ક્યાંક માણસ થઈ જાય.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2006 (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : વિનોદ જોશી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2009