chusayelo gotlo - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચુસાયેલો ગોટલો

chusayelo gotlo

નીતિન મહેતા નીતિન મહેતા
ચુસાયેલો ગોટલો
નીતિન મહેતા

રસ્તામાં જતો હતો

ત્યાં મને એક ગોટલો દેખાયો

અનુકંપાથી મારું હૃદય દ્રવી ઊઠ્યું

જે જે ગોટલા ભાઈ, કેમ છો તમે?

તો સાલો મને કહે : ઊંચા વિચાર-બિચાર

તમારામાં છે કે!

મારા ત્યાગની ગાથા ગાતા નથી તે

તમે ક્યાંના કવિ હાલી મળ્યા!

ઊંચા વિચાર, પ્રતીક, અલંકારની ભાષામાં

અમને અમર કરો.

મેં ચશ્માની દાંડી સીધી કરતાં

કહ્યું : ગાંડું ત્રીસ થયાં

ગોલીના તેનું શું ખબર અમારા સુખદુઃખની

ખબર પડે—

કહી તેને જોરથી લાત મારી

આગળ ચાલતો થયો

વિચારતો હતો ગોટલાને

આંગણમાં વાવ્યો હોત તો

આવતી કાલ મારી ને કવિતાની

ઉજળી થાત—

ઘરે આવીને જોઉં છું તો

અંગૂઠામાં લોહી જામી ગયું છે

ને પાનીમાં આંબાની ડાળી

ફૂટી નીકળી છે

સ્રોત

  • પુસ્તક : નિર્વાણ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સર્જક : નીતિન મહેતા
  • પ્રકાશક : અરુણોદય પ્રકાશન
  • વર્ષ : 1988