tun chhe kon? - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તું છે કોણ?

tun chhe kon?

ઉમેશ સોલંકી ઉમેશ સોલંકી
તું છે કોણ?
ઉમેશ સોલંકી

‘તું છે કોણ?'

હું!

હું સદીઓથી ધરામાં ખદબદતું બી

મળશે સહેજ અવકાશ તો તુર્ત વૃક્ષ

હશે મને અઠ્ઠાવીસ ડાળ

બધ્ધી ડાળમાં મોકળી હળવાશ

બધ્ધાં પાનમાં વ્હાલ નીતરતી ભીનાશ

ત્યારે

છાંયડે મારા આવીશ તું

તો હું

નહીં પૂછું :

તું છે કોણ?

કારણ

હું સદીઓથી ધરામાં ખદબદતું બી.

સ્રોત

  • પુસ્તક : અણસાર (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સર્જક : ઉમેશ સોલંકી
  • પ્રકાશક : નિર્ધાર પ્રતિબદ્ધ સાહિત્ય મંચ
  • વર્ષ : 2021