'Tran Bhintakavyo' Mathi - Free-verse | RekhtaGujarati

'ત્રણ ભીંતકાવ્યો'માંથી

'Tran Bhintakavyo' Mathi

ઉશનસ્ ઉશનસ્
'ત્રણ ભીંતકાવ્યો'માંથી
ઉશનસ્

મારા પ્રેમની તીક્ષ્ણ અણી જોઈને તો

હું કંઈ લખું લખું થઈ ગયો હતો;

અને એટલે સ્તો હું તારા ભણી વળ્યો હતોને!

તારા સખત પથ્થરિયા દિલની ચટ્ટાનો

એસ્તો મોટું આકર્ષણ હતું મારે માટે;

એટલે સ્તો હું તારા તરફ વળ્યો હતોને;

એક મુલાકાતી ટુરિસ્ટ લેખે

અભેદ્ય અંધારા દુર્ગની ગુફામાં અહીં

હું એક દિવસ આવીને રહી ગયો હતો;

તારીખ, નામ તારા હૃદય ઉપર કોતરાયેલાં વંચાય છે આજેય તે;

નહીં તો, તે કેવી રીતે આટલા યુગો પછીય અંકાયેલું હોત

તરત વંચાતું તને ને અન્ય વટેમાર્ગુઓની

પાછળની પેઢીઓને!

સ્રોત

  • પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, 1980 (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ