to kahejo... - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તો કહેજો...

to kahejo...

દલપત પઢિયાર દલપત પઢિયાર
તો કહેજો...
દલપત પઢિયાર

એક દિવસ

સોસાયટીના સૌએ ભેગા થઈ

વીજળીના તારાને નડતો લીમડો

કાપી નાખ્યો.

તે રાતે

વગડાનાં બધાં ઝાડ

મારી પથારીમાં આવ્યાં હતાં!

મારું એકે મૂળ રાતું થયેલું જોતાં

બિચારાં પાછાં વળી ગયાં...

હું ઘણી વાર

ઊંઘમાંથી ઝબકી જાઉં છું,

બારણામાં ઝાડનાં પગલાં સંભળાય છે

મારામાં, મૂળ નાખવા માંડ્યું છે ઝાડ!

હું ફરી પાછો

ફણગી જઈશ એવી બીક લાગે છે!

આજે

બીજું ઝાડ કપાયું છે વાસમાં

રાત્રે

કોઈ બારણું ખખડાવે

તો કહેજો :

અહીં સૂતો નથી!

સ્રોત

  • પુસ્તક : અક્ષરા : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : યોસેફ મૅકવાન
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2007