thanDi katal - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જાતિ અને જાત સાથે

ચાલી રહ્યું છે

ભીતરમાં

તૂમુલ યુદ્ધ.

કત્લેઆમમાં

કપાય છે

કેટલીયે ધોરી નસ,

જેમાંથી ઊડ્યા કરે છે રક્તના ફુવારા.

ચહેરો

છેદાઈને બન્યો છે કઢંગ.

લોહીના ટાપુ પર બેસી

અનિમેષ

હું જોઈ રહી છું

ઠંડે કલેજે થતી કતલ.

અંદર

આવી હલચલ મચી છે

ત્યારે

બહારથી હું જાણે

અણધારી બબડી પડું છું:

नेति नेति।

સ્રોત

  • પુસ્તક : હાંસિયામાં હું (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સર્જક : પ્રિયંકા કલ્પિત
  • પ્રકાશક : ગુજરાત વિવિધભાષી સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2000