tane-2 - Free-verse | RekhtaGujarati

સૂરજનાં છેલ્લાં કિરણો

રેલાશે હથેળીમાં

પવનની લહેરખી

પલળતાં ઊભાં

ક્ષિતિજે ડૂબતાં કિરણોની લાલિમા

રતુંબડા ચ્હેરાને પીવાની ઉત્કંઠા

મુઠ્ઠી ખોલતાં

વાદળોના ઢગ

કલરવ ધીમેથી

વૃક્ષમાં પોઢી જાય

ડાળીએ લટકતી ઠીબડી

છેલ્લું પાણી પીતી

દોરી પર હીંચકા ખાય

ઘોંઘાટનાં આવર્તન

ધીમેથી બંધ

સૂમસામ શેરી

સામસામે તાકતી

રમ્ય વાતાવરણ

મીઠાં સ્પંદન

સ્મરણપેટી

સૂડી–સોપારી

હીંચકો

તું આવશે?

(૮ મે–૯૬)

સ્રોત

  • પુસ્તક : ક્ષિતિકર્ષ (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સર્જક : વસંત જોષી
  • પ્રકાશક : व्यंजना (સાહિત્યિક અભિગમની સંસ્થા)
  • વર્ષ : 2000