અનંત અગાધમાં ઊતર્યાં
સૂર્યતારાનક્ષત્ર આકાશગંગાનાં નામઠામ પાડ્યાં
વીણ્યાં ને ગણ્યાં એ બધાં
સરવરમાં સજાવ્યાં
સૌ પાણી પારખ્યાં
વાયુ વલોવ્યા
અંગારવાયુનાં માખણ કીધાં
ભરમ ખોલ્યા
ભરમાંડ ગાયાં
કાળાં બાકોરાંનાં જલમમરણ વાંચ્યાં
એક વેળા માટી અને આકાશ એક હતાં
ઉફરા ગયેલા આકાશને ભજ્યું
હવે આકાશને જ ગાઈ સંભળાવીએ
આકાશબાપા,
અમને
એક આ
ધરતીની શેર માટી ન ઊકલી
anant agadhman utaryan
surytaranakshatr akashganganan namtham paDyan
winyan ne ganyan e badhan
sarawarman sajawyan
sau pani parakhyan
wayu walowya
angarwayunan makhan kidhan
bharam kholya
bharmanD gayan
kalan bakorannan jalamamran wanchyan
ek wela mati ane akash ek hatan
uphra gayela akashne bhajyun
hwe akashne ja gai sambhlawiye
akashbapa,
amne
ek aa
dhartini sher mati na ukli
anant agadhman utaryan
surytaranakshatr akashganganan namtham paDyan
winyan ne ganyan e badhan
sarawarman sajawyan
sau pani parakhyan
wayu walowya
angarwayunan makhan kidhan
bharam kholya
bharmanD gayan
kalan bakorannan jalamamran wanchyan
ek wela mati ane akash ek hatan
uphra gayela akashne bhajyun
hwe akashne ja gai sambhlawiye
akashbapa,
amne
ek aa
dhartini sher mati na ukli
સ્રોત
- પુસ્તક : ધરતીનાં વચન (પૃષ્ઠ ક્રમાંક 4)
- સર્જક : કાનજી પટેલ
- પ્રકાશક : પૂર્વપ્રકાશ, વડોદરા
- વર્ષ : 2012