surti boliman sundar rachna - Free-verse | RekhtaGujarati

સુરતી બોલીમાં સુંદર રચના

surti boliman sundar rachna

કિશોર મોદી કિશોર મોદી
સુરતી બોલીમાં સુંદર રચના
કિશોર મોદી

— વીહલા, રાજ હાથે સુન્દરકાંડ વાંચીને

થાકી ગિયા.

પેલા મોરારી બાપા કેવટનો પરસંગ મલાવી મલાવીને કે’છે.

પણ આપણી હમજણને એવો લૂણો લાગી ગયેલો

છે ને

મગજમાં મારું બેટું કંઈ ઊટરતું નથી.

તો વળી એમ પણ કે’છે કે

અમે તો વરહો વરહ વાહણને કલ્લઈ કરવાવારા છીએ

પણ

એલ્મિનના વાહણને કં...... કલ્લઈ થતી ઓહે,

વીહલા?

એલા વિશાળિયા,

રોજ રોજ કથામાં સુન્દરકાંડ સાંભળી થાકી ગ્યો.

ફેરવી ફેરવીને મોરારી બાપુ પૂરા વળોટથી કેવટની વાત કરે છે

પણ મગશમાં એવાં બાવાં ઝાળાંનાં કોકડાં બાઝ્યાં છે

કોઈ વાતે બત્તી નથી થતી.

બાપા તો ધરપત પૂરી આપે છે કે

દર દિવાળીએ આપણે માંજીને કલઈ કરવા સાબદા છે.

પણ આપડે ર્યાં એલમોનિયમના

તે એને કાંઈ કલાઈ ચડે ખરી

તું બોલ વિહલા?

સ્રોત

  • પુસ્તક : અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા
  • સંપાદક : મધુસૂદન કાપડિયા
  • પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)