સ્થાનીયતા
sthaaniiytaa
પ્રદીપ સૈની
Pradeep Saini
પ્રદીપ સૈની
Pradeep Saini
પ્રધાન મંત્રીની ટીકા કરવી મુશ્કેલ નથી
મુખ્ય મંત્રીની કરવી થોડી મુશ્કેલ
સાંસદની ટીકા કરવામાં છે જોખમ
પણ સરપંચની ટીકામાં તો
ખાતરી છે કે માર જરૂર પડશે
એમેઝોનનાં જંગલોની ચિંતા કરવી
ફેશનેબલ છે
હિમાલયના ગ્લેશિયર પર ચર્ચા
બૌદ્ધિક શ્રમ માંગે છે
મોટા પાવર પ્લાન્ટનો વિરોધ
એક્ટિવિઝમ છે ને પૈસા અપાવનાર પણ, પરંતુ
ગામના નદી કિનારે રેત ભરતી ટ્રકોનો વિરોધ
પ્રાણઘાતક છે
સ્થાનિક, બધા સંઘર્ષ જોખમી છે.
પછી એ કવિતામાં હોય કે હોય જીવનમાં.
અનુ. કિશન પટેલ
સ્રોત
- પુસ્તક : એતદ્ (પૃષ્ઠ ક્રમાંક 50)
- સંપાદક : કમલ વોરા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
