sawar mara hoth par chumban kare chhe - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સવાર મારા હોઠ પર ચુંબન કરે છે.

sawar mara hoth par chumban kare chhe

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
સવાર મારા હોઠ પર ચુંબન કરે છે.
મણિલાલ દેસાઈ

સવાર

મારા હોઠ પર ચુંબન કરે છે.

મને લાગે છે

હોઠ વાટે મારું લોહી હમણાં ચૂસી લેશે.

સાંજ

પોતાનાં કઠિન ઉષ્ણ સ્તનો

મારા ખુલ્લા વક્ષ પર દબાવે છે.

મને લાગે છે

હમણાં હું સળગી જઈશ.

રાત

કામાંધ ભીલકન્યાની જેમ

પોતાના બે સાથળોની વચ્ચે

મને પૂરી રાખે છે.

જિંદગી...

ત્રાસ ત્રાસ ત્રાસ.

મારે જીવવાના પ્રયત્નો છોડી દેવા જોઈએ.

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989