રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતમે અમને બબ્બે આંખો આપી
અને એ ભીની પણ કરી
તમે બન્ને હાથોથી પૃથ્વી છલકાવી દીધી
તમે શીખવ્યું અમને ચાલતાં જંગલમાં, જંગલની પાર
તમે કર્યાં અમારા કાનોમાં મંત્રોચ્ચાર
અંતરના અજવાળાને ટકોરતા.
તમે રચ્યો પુલ અહીંથી ત્યાં સુધીનો
તમે અમને બબ્બે આંખો આપી
અને
એ ભીની પણ કરી–
tame amne babbe ankho aapi
ane e bhini pan kari
tame banne hathothi prithwi chhalkawi didhi
tame shikhawyun amne chaltan jangalman, jangalni par
tame karyan amara kanoman mantrochchar
antarna ajwalane takorta
tame rachyo pul ahinthi tyan sudhino
tame amne babbe ankho aapi
ane
e bhini pan kari–
tame amne babbe ankho aapi
ane e bhini pan kari
tame banne hathothi prithwi chhalkawi didhi
tame shikhawyun amne chaltan jangalman, jangalni par
tame karyan amara kanoman mantrochchar
antarna ajwalane takorta
tame rachyo pul ahinthi tyan sudhino
tame amne babbe ankho aapi
ane
e bhini pan kari–
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 239)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004