samayni kumpal - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સમયની કૂંપળ

samayni kumpal

માધવ રામાનુજ માધવ રામાનુજ
સમયની કૂંપળ
માધવ રામાનુજ

સમયની કૂંપળ ખરતી રહી પળેપળ.

તમે એક દી સાંજ હતાં ને આથમતી વેળાનો હું સૂરજ

ખેપોની ખરલ ઘૂંટતી થાક;

અચાનક હણહણતા ઘોડાની ઢળતી કેશવાળીએ

વળગેલાં આંસુની છૂટી ગાંઠ!

આપણે અંધકારના દરિયે તરણું રહ્યાં શોધતાં;

અજવાળાને વળી કેમે કળ!

સમયની કૂંપળ ખરતી રહી પળેપળ.

તમે એક દી વનરાવનમાં

હળવી ફૂલ હવામાં વહેતાં વાંસળીએ પુરાઈ ગયાં’તા;

રવરવતો રવ બની રઝળતો-સાદ પાડતો

તમને શોધી રહ્યો હતો હું

કદમ્બની ડાળીનો ઊનો એક પડ્યો નિ:શ્વાસ!

ખળળતા જમનાજળમાં

વસ્ત્ર વિહોણી છાયાનું વલવલવા લાગ્યું અંગ;

કિનારો ધીરે ધીરે પીવા લાગ્યો જળ!

સમયની કૂંપળ ખરતી રહી પળેપળ

તમે એક દી

મંગળ ગાતી ચૉરીમાં

સ્રોત

  • પુસ્તક : તમે (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સર્જક : માધવ રામાનુજ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1986
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ