Ek Vad Niche - Free-verse | RekhtaGujarati

એક વડ નીચે

Ek Vad Niche

યોગેશ જોષી યોગેશ જોષી
એક વડ નીચે
યોગેશ જોષી

એક વડ નીચે

છાંયડાના ગલીચા પર સૂતો હતો

ત્યારે

કોઈ મધમાખી આવીને

ડંખી ગઈ મારી તર્જનીને.

શું

આટઆટલાં વર્ષો પછીયે

મારી આંગળીઓમાં

મ્હેકતો હશે તારો સ્પર્શ?

સ્રોત

  • પુસ્તક : કવિતા : ડિસેમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ