pakshii gaatun nathii - Free-verse | RekhtaGujarati

પક્ષી ગાતું નથી

pakshii gaatun nathii

પુરુષોત્તમ શિવરામ રેગે પુરુષોત્તમ શિવરામ રેગે
પક્ષી ગાતું નથી
પુરુષોત્તમ શિવરામ રેગે

પક્ષી ગાતું નથી

પોતાની સીમાઓની કક્ષાનો ઉદ્ઘોષ કરે છે.

સિંહ ત્રાડ પાડતો નથી

પોતાની હકૂમત ક્યાં ક્યાં છે તેનો આદેશ કરે છે.

હાથી વૃક્ષો સાથે અંગ ઘસતો નથી

પોતાના પ્રદેશનો ખૂણો નક્કી કરે છે.

હું કવિતા કરતો નથી

મારા અને તારા મનને પામું છું.

સ્રોત

  • પુસ્તક : કવિતા : એપ્રિલ, 1969 (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ