te saanje - Free-verse | RekhtaGujarati

તે સાંજે

te saanje

જયદેવ શુક્લ જયદેવ શુક્લ

તે

જાંબુકાળી વરસાદી સાંજે

બિલ્લીપગે આવી

તેં

દાબી દીધી હતી

મારી આંખો,

ખળખળતી હથેળી વડે.

ઉષ્ણ સુવાસનો

રેલો

વહ્યો હતો

કાન પર થઈને

ખરબચડા ગાલ પર.

ત્યારે

ચંપાયાં હતાં

ફળોની સુવાસ જેવાં

સ્તનો.

કોરા વાંસા પર

કોતરાયેલા ગોળાર્ધોમાં

પાંખો ફફડાવે છે

સળવળતી માછલીઓ.

સ્રોત

  • પુસ્તક : શબ્દાલય : અંક ૪ : ૧૦ નવેમ્બર, ૨૦૧૪ (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સમાચાર શાંતિ પ્રકાશન