એ એક બેઢંગ અને કંગાળ ઓરડો હતો
જુગારખાનાની ઉપર ખડકી દીધેલો.
સાંકડી અને ગોબરી શેરી તરફ
એક બારી ઊઘડતી.
નીચેના પીઠામાંથી
પત્તાં રમતા અને
દારૂ ઢીંચતા મજૂરોના અવાજો આવતા.
ત્યાં, એક સાદા અને સામાન્યપણે હોય એવા પલંગ પર
હતું મારી માલિકીનું, એક પ્રેમછલકતું શરીર
મારા વશમાં એના કામુક, માદક રાતા હોઠ —
રાતા હોઠ એટલા તો માદક કે
આટલાં વર્ષો પછી, આ પંક્તિઓ હું લખું છું
– આ ઘરમાં એકલો બેઠો —
ત્યારે ફરી એ જ નશામાં ચૂર થઈ જાઉં છું.
e ek beDhang ane kangal orDo hato
jugarkhanani upar khaDki didhelo
sankDi ane gobari sheri taraph
ek bari ughaDti
nichena pithamanthi
pattan ramta ane
daru Dhinchta majurona awajo aawta
tyan, ek sada ane samanyapne hoy ewa palang par
hatun mari malikinun, ek premachhalakatun sharir
mara washman ena kamuk, madak rata hoth —
rata hoth etla to madak ke
atlan warsho pachhi, aa panktio hun lakhun chhun
– aa gharman eklo betho —
tyare phari e ja nashaman choor thai jaun chhun

સ્રોત
- પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 48)
- સંપાદક : કમલ વોરા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
- વર્ષ : 2023