શ્રદ્ધા
Shraddha
મંગળ રાઠોડ
Mangal Rathod

નાનકડી
હોડી જેવો
તારો નાજુક ને
નમણો દેહ
હંમેશાં
તરવરતો રહે છે
મારી સામે.
હું
કૂવાથંભ બનીને
ખોડાઈ જાઉં તો
સઢ ચડે, અને પછી
ઈશ્વરી ઉદારતા જેવો પવન
મને
જ્યાં પણ લઈ જશે તે
કિનારો જ હશે!



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 44)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ