
મથતો રહ્યો છું વર્ષોથી
લુપ્ત થયેલી મારા ગામની ઘોષા નદીને શોધવા.
કોઈક કહેતું બદલાઈ ગયું વહેણ,
કોઈક કહેતું સમાઈ ગઈ પેટાળમાં,
કોઈક કહેતું રિસાઈ ગઈ.
મને પલ્લવી સાંભરી આવતી.
કલ્પવા માંડું છું અદીઠ અજાણ્યા અતીતને
ઘોષા, ખળખળ વહેતી ઘોષા,
પ્રાતઃકાળે કેડસમાણાં જળ વચ્ચે ઊભો રહીને સૂર્યને
અર્ઘ્ય આપતો વિપ્ર
ધબાક ધબાક સંભળાય અવાજ વહેલી સવારે
નગ્ન-અર્ધનગ્ન ટેણિયાની ટોળી મારતી ધુબાકા,
પછી ઊછળતું રહેતું ઘોષાનું જળ
અને
ભીંજાતી રહેતી કાંઠે ઊભેલી કોઈક નવોઢા
હસતી હસતી ચિડાતી રહેતી એ.
વૃક્ષ પર બેઠેલાં પક્ષીઓનો મધુર કલરવ રેલાતો રહેતો,
ક્યારેક અશ્વને પાણી પાવા આવતો ગરાસિયો જળને
માથે ચડાવતો.
મંદિરમાં બેઠેલા સદાશિવ બધું જ જોતા,
ચોમાસામાં ક્યારેક આવતી ઘોષા ત્યાં પગે લાગવા
ક્યાં સચવાયો છે ઇતિહાસ મારી ઘોષા નદીનો!
બારોટનો ચોપડોય સાવ અબોલ
શ્રાવણી સોમવારે વાર્તા કહેતી મણિડોશી દૂરના
ભૂતકાળને વાગોળતી રહેતી સતત
‘કાચ જેવું પાણી વહેતું’તું’
ક્યાં ગયું એ જળ!
છું એ જળ સાડા પાંચ દાયકાથી
જે શોધવા રહ્યા મારા બાપા જીવનભર
એમના પિતા-પ્રપિતાની જેમ.
બા કહેતી’તી
આપણા પૂર્વજો આ નદીને કાંઠે આવીને વસ્યા
હતા.
મા જેમ સાચવતી’તી એ સહુને
અને હું વલવલું છું અત્યારે એના વગર
સતત અનુભવું છું અધૂરપ
આ ચોમાસે
અંધારી રાતે સાંબેલાધારે વરસ્યો વરસાદ મન
મૂકીને
બીજા દિવસનું છાપું બોલે છે –
સરસ્વતી નદીમાં આવ્યું છે પૂર
ને બદલાયું છે એનું વહેણ.
મને ઘોષા સાંભરી આવે છે
અચાનક જાણે
હું ખેંચાઉં છું, તણાઉં છું એ પૂરમાં,
હું ઘણું મથું છું પકડવા મને
તોય ખેંચાઉં છું,
લાગે છે આ તો એ જ પેલું જળ
મારા પૂર્વજોનું જળ – મારું જળ
અરે! પણ ક્યાં છે જળ?
હું છું
માત્ર હું છું –
મારા વગરનો હું છું
અને વળી... શોધું છું
mathto rahyo chhun warshothi
lupt thayeli mara gamni ghosha nadine shodhwa
koik kahetun badlai gayun wahen,
koik kahetun samai gai petalman,
koik kahetun risai gai
mane pallawi sambhri awati
kalpwa manDun chhun adith ajanya atitne
ghosha, khalkhal waheti ghosha,
pratkale keDasmanan jal wachche ubho rahine suryne
arghya aapto wipr
dhabak dhabak sambhlay awaj waheli saware
nagn ardhanagn teniyani toli marti dhubaka,
pachhi uchhalatun rahetun ghoshanun jal
ane
bhinjati raheti kanthe ubheli koik nawoDha
hasti hasti chiDati raheti e
wriksh par bethelan pakshiono madhur kalraw relato raheto,
kyarek ashwne pani pawa aawto garasiyo jalne
mathe chaDawto
mandirman bethela sadashiw badhun ja jota,
chomasaman kyarek awati ghosha tyan page lagwa
kyan sachwayo chhe itihas mari ghosha nadino!
barotno chopDoy saw abol
shrawni somware warta kaheti maniDoshi durna
bhutkalne wagolti raheti satat
‘kach jewun pani wahetun’tun’
kyan gayun e jal!
chhun e jal saDa panch daykathi
je shodhwa rahya mara bapa jiwanbhar
emna pita prapitani jem
ba kaheti’ti
apna purwjo aa nadine kanthe awine wasya
hata
ma jem sachawti’ti e sahune
ane hun walawalun chhun atyare ena wagar
satat anubhawun chhun adhurap
a chomase
andhari rate sambeladhare warasyo warsad man
mukine
bija diwasanun chhapun bole chhe –
saraswati nadiman awyun chhe poor
ne badlayun chhe enun wahen
mane ghosha sambhri aawe chhe
achanak jane
hun khenchaun chhun, tanaun chhun e purman,
hun ghanun mathun chhun pakaDwa mane
toy khenchaun chhun,
lage chhe aa to e ja pelun jal
mara purwjonun jal – marun jal
are! pan kyan chhe jal?
hun chhun
matr hun chhun –
mara wagarno hun chhun
ane wali shodhun chhun
mathto rahyo chhun warshothi
lupt thayeli mara gamni ghosha nadine shodhwa
koik kahetun badlai gayun wahen,
koik kahetun samai gai petalman,
koik kahetun risai gai
mane pallawi sambhri awati
kalpwa manDun chhun adith ajanya atitne
ghosha, khalkhal waheti ghosha,
pratkale keDasmanan jal wachche ubho rahine suryne
arghya aapto wipr
dhabak dhabak sambhlay awaj waheli saware
nagn ardhanagn teniyani toli marti dhubaka,
pachhi uchhalatun rahetun ghoshanun jal
ane
bhinjati raheti kanthe ubheli koik nawoDha
hasti hasti chiDati raheti e
wriksh par bethelan pakshiono madhur kalraw relato raheto,
kyarek ashwne pani pawa aawto garasiyo jalne
mathe chaDawto
mandirman bethela sadashiw badhun ja jota,
chomasaman kyarek awati ghosha tyan page lagwa
kyan sachwayo chhe itihas mari ghosha nadino!
barotno chopDoy saw abol
shrawni somware warta kaheti maniDoshi durna
bhutkalne wagolti raheti satat
‘kach jewun pani wahetun’tun’
kyan gayun e jal!
chhun e jal saDa panch daykathi
je shodhwa rahya mara bapa jiwanbhar
emna pita prapitani jem
ba kaheti’ti
apna purwjo aa nadine kanthe awine wasya
hata
ma jem sachawti’ti e sahune
ane hun walawalun chhun atyare ena wagar
satat anubhawun chhun adhurap
a chomase
andhari rate sambeladhare warasyo warsad man
mukine
bija diwasanun chhapun bole chhe –
saraswati nadiman awyun chhe poor
ne badlayun chhe enun wahen
mane ghosha sambhri aawe chhe
achanak jane
hun khenchaun chhun, tanaun chhun e purman,
hun ghanun mathun chhun pakaDwa mane
toy khenchaun chhun,
lage chhe aa to e ja pelun jal
mara purwjonun jal – marun jal
are! pan kyan chhe jal?
hun chhun
matr hun chhun –
mara wagarno hun chhun
ane wali shodhun chhun



સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન : ૨૦૦૪ (પૃષ્ઠ ક્રમાંક 44)
- સંપાદક : નીતિન વડગામા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2007