sharirman rakt sathe - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શરીરમાં રક્ત સાથે

sharirman rakt sathe

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
શરીરમાં રક્ત સાથે
મણિલાલ દેસાઈ

શરીરમાં રક્ત સાથે

ફરવા માંડયા છે નગ્ન સાપો.

અવયવોની આસપાસ

ભીંસ લઈ રહ્યા છે અજગરો

અંધારાએ ધબકવા માંડયું છે

મારા શ્વાસમાં, હૃદયમાં,

અને

રાત્રિની શિલા ખસતાં

જોઉં છું મારા આંગણામાં

સાત સાત અશ્વોનાં સોનેરી શબો.

એમની આંખોમાં ઊતરેલું આકાશ,

મારી આંખોમાં કરોળિયાનાં જાળાં.

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2