sathri - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તમે કહો છો

અમે સાથે છીએ.

અમે સમજીએ છીએ...

તમે સાથે છો.

પણ,

તમારી સાથરી જુદી,

અમે વાવીએ છીએ,

તમે ખેંચી નાખો છો.

અમે ગાળીએ છીએ

તમે પૂરી નાખો છો

અમે ઘડીએ છીએ

તમે તોડી નાખો છો.

અમે રોશની કરીએ

તમે

અંધારું માણો છો.

પછી ચાતરો છો પડછાયાને પણ.

તમે; ઘુવડના ડોળાની રતાશ.

ચીબરીનો ચિત્કાર

ને

ઘેટાંની વણઝાર

તમે

સાથે છો,

પણ

તમારી સાથરી જુદી છે.