samudr - Free-verse | RekhtaGujarati

દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો

તે પહેલાંનો સમુદ્ર મેં જોયો છે.

મેં વડવાનળના પ્રકાશમાં પાણી જોયાં છે.

આગ અને ભીનાશ છૂટાં પાડી શકાય.

ભીંજાવું અને દાઝવું એક છે.

સાગરને તળિયેથી જ્યારે હું બહાર આવું

ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા હોય.

હું મરજીવો નથી.

હું કવિ છું.

જે છે તે છે કેવળ મારી આંખોમાં.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 679)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007