sparsh asparsh - Free-verse | RekhtaGujarati

સ્પર્શ-અસ્પર્શ

sparsh asparsh

જયેશ સોલંકી જયેશ સોલંકી
સ્પર્શ-અસ્પર્શ
જયેશ સોલંકી

કદી

સ્પર્શી શકી મને

હજાર વાર

હમબિસ્તર બની છતાં

એને

સ્પર્શ કરવો નહોતો.

એણે

મારી કવિતા

મારો અભિનય

મારું નામ

મારી તાર્કિક દલીલોને

સ્પર્શી હંમેશાં,

મને કદી નહી !

એને મન

હું

મારા ગંધાતા મોજા જેવો હતો

ચ્હા પીતાં પીતાં આવતા

બેસૂરા અવાજ જેવો હતો

કે

ડાઇનિંગ ટેબલ પર પડેલી

ચમચીઓ વચ્ચેના

એંઠા હાથ જેવો હતો

અસભ્ય

ગામડિયો

દારૂડિયો !