e name bolaun chhun tane - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એ નામે બોલાઉં છું તને

e name bolaun chhun tane

સૌમ્ય જોશી સૌમ્ય જોશી
એ નામે બોલાઉં છું તને
સૌમ્ય જોશી

નાના હોઠ, માના ધાવણને જે નામે બોલાવેને,

નામે બોલાઉં છું તને.

નામે,

જે નામે નાનો કાંટો બોલાવે ડંકાને,

સુરખાબને બોલાવે નળસરોવર,

ઘાસને વરસાદ બોલાવે,

સાંજનો દરિયો બોલાવી લે સૂરજને,

તીણી ઘંટડી બોલાવે આજ્ઞાંકિત પટાવાળાને,

સાકર કીડીને,

વસ્તી કૉલેરાને,

લોકલ ગિરદીને,

ટૂંકમાં,

ઉનાળો ને ગરમાળો ભેગા થઈને પીળા ઝૂમખાને જે નામે બોલાવેને,

ટૂંકમાં,

જે નામે બોલાવાય તો આવવું પડે ને,

નામે બોલાઉં છું તને.

સ્રોત

  • પુસ્તક : ગ્રીનરૂમમાં (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સર્જક : સૌમ્ય જોશી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2008