રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસમય
એ સડક પર પડેલા પથ્થર પર ચોંટેલી ધૂળ નથી,
કદાચ તડકો હશે.
સમય
એ વૃદ્ધનાં હાડકાંમાં જામી ગયેલું જાડ્ય નથી,
કદાચ મૌન હશે.
સમય
એ હંમેશાં ચાલતાદોડતા રથનું પૈડું નથી,
કદાચ અશ્વ હશે.
સમય
એ સૂરજને કે ચન્દ્રને ડુબાવવાની ભરતી નથી,
કદાચ દરિયો હશે.
સમય
એ અવાવરુ કૂવાનાં લીલ ઝુલાવતાં પાણી પર સૂતેલું અંધારું નથી,
કદાચ કૂવો હશે.
samay
e saDak par paDela paththar par chonteli dhool nathi,
kadach taDko hashe
samay
e wriddhnan haDkanman jami gayelun jaDya nathi,
kadach maun hashe
samay
e hanmeshan chaltadoDta rathanun paiDun nathi,
kadach ashw hashe
samay
e surajne ke chandrne Dubawwani bharti nathi,
kadach dariyo hashe
samay
e awawaru kuwanan leel jhulawtan pani par sutelun andharun nathi,
kadach kuwo hashe

સ્રોત
- પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 50)
- સર્જક : મણિલાલ દેસાઈ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1987
- આવૃત્તિ : 2