kephiyat - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાથે સાથે આવ્યા જેની

પથ અમને અહીં મૂકીને

આગળ ચાલ્યો.

અધવચ્ચે અટકેલા અમને

ઓળખશો ના,

અડધાપડધા ચાલ્યા જાશું સપનામાં

ને વધ્યાઘટ્યા અટવાઈ જશુ ઓછાયામાં.

ને તોય બચ્યા તો

ચાંદાને મોલે સૂરજ દઈ દઈશું

તમને.

અમને કેવળ માયા છે માયાની લયની,

આગળ પાછળ આમતેમ ફેલાઈ જવાની.

નથી ઊગવું ફરી અમારે કોઈ સ્મરણમાં,

અમને ફાવટ આજકાલના અંતર વચ્ચે

હળી જવાની,

દૂર દૂરના અંધકારમાં ભળી જવાની.

હવે પછીના અજવાળામાં રહી જાય ના

કોઈ નિશાની;

અમને ગમશે

પુરી થાય ત્યાં પુરી થાય જે

કહાની.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983