setu - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છો ને

તારો ને મારો વાસ રહ્યો

અલગ અલગ;

પણ, ધરતી અને આકાશ તો

એક છે ને?

જ્યોતિષકારો ભલે કહેતા

ભાગ્યોદય નક્કી છે.

પરંતુ, આજે તો

સાવ ખાલીખમ્મ આકાશ તલે

જિંદગીનો અભાવ લઈ

ઊભો છું હું.

ચો’ તરફ...

બપોરને ચડકો,

વગડાની આગ ઝરતી લૂ

અને વૈશાખી વંટોળ

ઘૂઘવે છે, છતાંય

બંધ મૂઠીની ભીની સુગંધ

અતૃપ્ત હોઠોનું તરફડતું મૌન

ને

વ્યાકુળ હૈયાનું વૈભવી ગાન

તને આપીશ હું...!

પરંતુ,

તું મને શું આપીશ, કહેને?

સ્રોત

  • પુસ્તક : અનુબંધ (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સર્જક : ભી. ન. વણકર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2004