holikadhan - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હોલિકાદહન

holikadhan

મનીષી જાની મનીષી જાની
હોલિકાદહન
મનીષી જાની

તો જૂની

કાયમની ઘસાયેલી ગવાયેલી ચીલાચાલુ વાત.

સાંજ પડે. અંધારું થાય

ધ્રબાન્ગ ધ્રબાન્ગ ઢોલ પિટાય

ને સુક્કાં, જડ, જૂનાં લાકડાંનાં ઊભું કરેલા પાંજરે પૂરીને

હોલિકા સળગાવાય, હોલિકા પ્રગટાવાય.

હોલિકા નામે સ્ત્રી ભડ ભડ બળીને ખાક.

હોલિકાને ખોળે બેઠેલો પ્રહ્લાદ નામે પુરુષ,

ઊભો થઈ હસતો રમતો બહાર...

અને સૌ ટોળે વળીને ઊભાં રહી જાય...

તો જૂની વાત...

હોલિકાના ખોળામાં બચી ગયેલો

પ્રહ્લાદ પછી ક્યાં ગયો?

તમને ખબર છે?

કોઈને ખબર છે?

પ્રહ્લાદ હસતો રમતો

સીટીઓ મારતો મિત્રો સાથે

પ્રહ્લાદનગરના બગીચે ઝાંપે ચડ્યો?

કે રાતના નવ વાગ્યાના ફિલમ શોમાં

કે પછી પ્રણયફાગ ખેલતો

ક્લબના રેઈન ડાન્સમાં ગયો?

કોઈને કંઈ ખબર નથી...

ખબર એટલી છે

સ્રોત

  • પુસ્તક : મને અંધારાં બોલાવે (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : મનીષી જાની
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2021