amne adhikar aapo - Free-verse | RekhtaGujarati

અમને અધિકાર આપો

amne adhikar aapo

મધુકાન્ત કલ્પિત મધુકાન્ત કલ્પિત
અમને અધિકાર આપો
મધુકાન્ત કલ્પિત

હવે

ચૂપ છે

મિલની વ્હિસલો.

જાણે

સન્નાટો ઓઢીને

સૂઈ ગઈ છે

અમદાવાદની જાહોજલાલી.

મોં ખંગાળી

ખભે બુશર્ટ નાખી

કાચી ઊંઘ મસળતો

ત્રીજી પાળીનો ડાફિલ-કામદાર

મરઘાં-બકરાંથી ભરચક ચાલી વચ્ચેથી

રમઝટ ભાગવાને બદલે

હવે

તૂટમૂટ ખાટલીએ પડ્યો

રાત-દિવસ

શ્વાસની સિસોટીઓ વગાડે છે.

ગઈ ગુજરી યાદ આવતાં

ઘર વચ્ચે છેડો વાળી

કાળા પાણીએ રોતી કકળતી એની ઘરવાળીને

નિસાસો નાખવા માટે

આકાશ પણ ઓછું પડે છે!

સગડીમાંથી વેરાયેલા

બળેલા વ્હેર જેવું નસીબ ઓઢી

ઓસરિયે સૂતાં છે નાગોડિયાં છોકરાં,

એમની આંખોમાં

દબદબાપૂર્વક પસાર થઈ રહ્યો છે

બ્યુગલો બજાવતો

આઝાદીની પચાસમી વર્ષગાંઠનો રથ.

ભરભાંખળું થતાં

સ્રોત

  • પુસ્તક : તરજુમો (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : મધુકાન્ત કલ્પિત
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2008