chhellun station - Free-verse | RekhtaGujarati

છેલ્લું સ્ટેશન

chhellun station

મફત ઓઝા મફત ઓઝા
છેલ્લું સ્ટેશન
મફત ઓઝા

છેલ્લું

સ્ટેશન આવવાની પ્રતીક્ષામાં

બારીનો કાચ ઊંચો કરી

થાંભલા ગણ્યા કરું છું.

એક પછી એક

પ્લૅટફૉર્મ આવતાં જાય છે

પણ એમાંનું એકેય પરિચિત નથી.

મને ખબર છે

છેલ્લું સ્ટેશન આવતાં પહેલાં

નદી આવે છે

લાલલીલી ઝંડીઓ ફરકે છે

પણ

રંગ ઓળખવાનું હું ભૂલી ગયો છું

ને

ભૂલી ગયો છું છેલ્લા સ્ટેશનનું નામ.

(અપ-ડાઉન ૧૯૮૪, પૃ. ૧૧)

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 468)
  • સંપાદક : ચંદ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન
  • વર્ષ : 2021
  • આવૃત્તિ : બીજી સંવર્ધિત આવૃત્તિ