smshanne - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સ્મશાનને

smshanne

સ્નેહરશ્મિ સ્નેહરશ્મિ
સ્મશાનને
સ્નેહરશ્મિ

રોજ રોજ અનેક રત્નોને—

હીરા, માણેક, નીલમ, મોતીને—

અને કુન્દન, કથીર, ફૂલ ને પથ્થરને

કયા રસાયણથી રસી

સૌ વચ્ચે રહેલા

ઊંચનીચના ને એવા અસંખ્ય ભેદોને

ઓગાળી નાખી,

તે સૌને શકરનાં અંગોને

વિભૂષિત કરતી ભસ્મનું

ગૌરવ અર્પે છે તું સ્મશાન?

હું ઊભો છું

તારા દ્વારની સાંકળ ખખડાવતો,

ને અંદર મંત્ર ઘૂંટાય છે

आत्मवत् सर्वभूतेषु

દેશે કે મારાં પંચતત્ત્વને

આનન્દસભર અનુભૂતિ

તારી જ્વાળાઓમાં

હૈ વિશ્વાનલ!

સ્રોત

  • પુસ્તક : સકલ કવિતા (પૃષ્ઠ ક્રમાંક 741)
  • સર્જક : સ્નેહરશ્મિ
  • પ્રકાશક : વિદ્યાવિહાર પ્રકાશન
  • વર્ષ : 1984