tame jeni puja karo chho e bhagwan - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તમે જેની પૂજા કરો છો એ ભગવાન

tame jeni puja karo chho e bhagwan

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
તમે જેની પૂજા કરો છો એ ભગવાન
મણિલાલ દેસાઈ

તમે જેની પૂજા કરો છો ભગવાન

કાલે રાતે

મંદિરની ભીતમાં પડેલી તડમાંથી

ભાગી છૂટ્યો.

પાછલી વાડના કાંટામાં

ભેરવાઈ રહેલું પીતાંબર

હજુ યે ફરફરે છે.

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2