હું ક્યાંક પહોંચવા દોડતી રહી
તો એ લોકોએ મારી આગળ દોડતા
બધા રસ્તા તોડી નાખ્યા
હવે હું થોડી ધીમી ચાલતી હતી
મારા પગથી જ પગદંડી કંડારતી
તો એ લોકોએ મારા પગ કાપી નાખ્યા
હું હથેળીને બળે ને પૂંઠ ઘસડીને
હજુય આગળને આંબવા મથું
તો એ લોકોએ મારા હાથ કાપી નાખ્યા.
કપાયેલી ગરોળીની પૂંછડીની જેમ છટપટતું
હજુય જીવતું
બાકીનું ધડ લઈ
પેટે ઘસડાતી હું આગળ વધું
તો એ લોકોએ મારી પીઠમાં છૂરા ભોંક્યા.
હવે હું ઊડું છું
મુક્ત ગગનમાં
એમની નજરમાં વ્યાપ કરતાંય
બહોળો વિસ્તાર છે
મારી પાંખનો
તેં મને દોડતાં રોકી
લે, હું હવે ઊડું છું!
hun kyank pahonchwa doDti rahi
to e lokoe mari aagal doDta
badha rasta toDi nakhya
hwe hun thoDi dhimi chalti hati
mara pagthi ja pagdanDi kanDarti
to e lokoe mara pag kapi nakhya
hun hatheline bale ne poonth ghasDine
hajuy agalne ambwa mathun
to e lokoe mara hath kapi nakhya
kapayeli garolini punchhDini jem chhatapatatun
hajuy jiwatun
bakinun dhaD lai
pete ghasDati hun aagal wadhun
to e lokoe mari pithman chhura bhonkya
hwe hun uDun chhun
mukt gaganman
emni najarman wyap kartanya
baholo wistar chhe
mari pankhno
ten mane doDtan roki
le, hun hwe uDun chhun!
hun kyank pahonchwa doDti rahi
to e lokoe mari aagal doDta
badha rasta toDi nakhya
hwe hun thoDi dhimi chalti hati
mara pagthi ja pagdanDi kanDarti
to e lokoe mara pag kapi nakhya
hun hatheline bale ne poonth ghasDine
hajuy agalne ambwa mathun
to e lokoe mara hath kapi nakhya
kapayeli garolini punchhDini jem chhatapatatun
hajuy jiwatun
bakinun dhaD lai
pete ghasDati hun aagal wadhun
to e lokoe mari pithman chhura bhonkya
hwe hun uDun chhun
mukt gaganman
emni najarman wyap kartanya
baholo wistar chhe
mari pankhno
ten mane doDtan roki
le, hun hwe uDun chhun!
સ્રોત
- પુસ્તક : ળળળ... (પૃષ્ઠ ક્રમાંક 25)
- સર્જક : પ્રતિષ્ઠા પંડ્યા
- પ્રકાશક : નવજીવન સાંપ્રત
- વર્ષ : 2019