રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસિન્ડ્રેલા!
આ શું? અટકી કેમ ગઈ?
આ જો,
તારો એક પગ તો હજી ઉંબરની અંદર જ છે!
બહાર આવતાં કેટલી વાર?
ભલેને, આ બંને કાંટા બાર પર એકઠા થાય,
ભલેને, તું બહાર જ રહી જાય
ને બંધ થઈ જાય આ જડ ને જડબેસલાક બારણાં.
ગુમાવવાં પડશે તો આ તારી સોનેરી મોજડી
અને ખોટુકલા વેશ-વાઘા જ ને?
સો વોટ?
આ લટિયાં ઝટિયાં ને
આ લબડતાં ચિંથરાં જ તો છે તારી વાસ્તવિકતા.
આ ઉઘાડા પગ અને ઊંડી ઊતરી ગયેલી આંખો જ તો છે.
તારો વર્તમાન.
ચાર દીવાલોની અંદર
ઘરખૂણે ચૂલાની આગળ કે
સાત પડદાની પેલી પાર પણ
તારી હકીકત તો એ જ હતી...એની એ જ.
અલબત્ત, એ લોકોએ
એમની પ્રતિષ્ઠા સાચવી રાખવા
આપ્યાં હતાં તને ફૂલ ગુલાબી ફરાક
પણ એ તો ક્યારે?...
-જ્યારે એ લોકો શીખવાડે એ તું શીખે,
એ લોકો બોલાવે એમ તું બોલે,
ચલાવે તેમ ચાલે અને એ લોકોને
ગમે તેમ (ગમેતેમ નહિ) રહે...તો!
જો....તો
જો....તો
તો-તો-ને તો જ તને મળે આવાં તેવાં
અભયવચન.
એ લોકોએ દોરેલી લક્ષ્મણરેખાની અંદર
એ લોકોએ મૂકેલા ઘડિયાળના ટકોરે
એ લોકોએ આપેલી ચાવીના તાલેતાલે જ
જો જીવવાનું હોય તારે
તો પછી બોલ!
કઈ બાજુ જવું છે તારે?
એટલું તો ચોક્કસ કે અંદર તો તું એકલી જ હોઈશ.
પણ બહાર તો હશે અનેકાનેક સિન્ડ્રેલાઓ...
કોઈક કાગળ વીણતી, તો કોઈક શાક વેચતી,
કોઈક વાવતી, તો કોઈક લણતી,
કોઈ ભણાવતી ને વળી ભણતી
કોઈક કોદાળી સાથે તો કોઈક ખાલી હાથે,
લાકડાં વીણતી કે છોકરાં જણતી,
રાંધતી, સાંધતી કે રસ્તા બાંધતી...
ઉઘાડપગી, ચિંથરેહાલ સિન્ડ્રેલાઓ જ સિન્ડ્રેલાઓ...
અલબત્ત,
હવે કાંઈ એમને માટે કે ન તો તારે માટે
કોઈ સોનાપરી આવવાની નથી
કોઈ જાદુઈ લાકડી અડવાની નથી
કે કોઈ રૂપાળા રાજકુમારની રાહ જોવાની નથી.
ને એય સાચું કે
એક દિવસ તો આ એ લોકોનાં આપેલાં
ચિંથરાંયે નહિ રહે તારી પાસે
અને એ જ તો હશે તારો અનાવરણ વિધિ!
પછી તો તારા શ્વાસ ને તમારા એકમેકના નિઃશ્વાસ ઓઢીને જ
જીવવું પડશે તારે
પણ તારા નામે કહેવાતી
ગળચટ્ટી પરીકથાની પાંખો તો કાપવી જ રહી, ક્યારેક...
ને તારી આજુબાજુ વિંટળાયેલા કોશેટામાંથી જ
કાઢી કાઢીને તારે તાર
વણવો જ પડશે સાવ પોતાનો જ પહેરવેશ.
અને ત્યારે એ નહિ હોય છૂપાવા માટેનો, છૂપાવવા માટેનો કે પછી
છટકવા માટેનો છદ્મવેશ!
તો પછી?
ચાલ,
જો....સંભળાય છે?
એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર અને
ખેંચી જ લે હવે તો
બીજો પગ પણ ઉંબર બહાર....
sinDrela!
a shun? atki kem gai?
a jo,
taro ek pag to haji umbarni andar ja chhe!
bahar awtan ketli war?
bhalene, aa banne kanta bar par ektha thay,
bhalene, tun bahar ja rahi jay
ne bandh thai jay aa jaD ne jaDbeslak barnan
gumawwan paDshe to aa tari soneri mojDi
ane khotukla wesh wagha ja ne?
so wot?
a latiyan jhaliyan ne
a labaDtan chinthran ja to chhe tari wastawikta
a ughaDa pag ane unDi utri gayeli ankho ja to chhe
taro wartaman
chaar diwaloni andar
gharkhune chulani aagal ke
sat paDdani peli par pan
tari hakikat to e ja hati eni e ja
albatt, e lokoe
emni pratishtha sachwi rakhwa
apyan hatan tane phool gulabi pharak
pan e to kyare?
jyare e loko shikhwaDe e tun shikhe,
e loko bolawe em tun bole,
chalawe tem chale ane e lokone
game tem (gametem nahi) rahe to!
jo to
jo to
to to ne to ja tane male awan tewan
abhyawchan
e lokoe doreli lakshmanrekhani andar
e lokoe mukela ghaDiyalna takore
e lokoe apeli chawina taletale ja
jo jiwwanun hoy tare
to pachhi bol!
kai baju jawun chhe tare?
etalun to chokkas ke andar to tan ekli ja hoish
pan bahar to hashe anekanek sinDrelao
koik kagal winti, to koik shak wechti,
koik wawti, to koik lanti,
koi bhanawti ne wali bhanti
koike kodali sathe to koike khali hathe,
lakDan winti ke chhokran janti,
randhti, sandhti ke rasta bandhti
ughaDapgi, chinthrehal sinDrelao ja sinDrelao
albatt,
hwe kani emne mate ke na to tare mate
koi sonapri awwani nathi
koi jadui lakDi aDwani nathi
ke koi rupala rajakumarni rah jowani nathi
ne ey sachun ke
ek diwas to aa e lokonan apelan
chinthranye nahi rahe tari pase
ane e ja to hashe taro anawran widhi!
pachhi to tara shwas ne tamara ekmekna nishwas oDhine ja
jiwawun paDshe tare
pan tara name kahewati
galchatti parikthani pankho to kapwi ja rahi, kyarek
ne tari ajubaju wintlayela koshetamanthi ja
kaDhi kaDhine tare tar
wanwo ja paDshe saw potano ja paherwesh
ane tyare e nahi hoy chhupawa mateno, chhupawwa mateno ke pachhi
chhatakwa mateno chhadmawesh!
to pachhi?
chaal,
jo sambhlay chhe?
ek, be, tran, chaar, panch, chh, sat, aath, naw, das, agiyar ane
khenchi ja le hwe to
bijo pag pan umbar bahar
sinDrela!
a shun? atki kem gai?
a jo,
taro ek pag to haji umbarni andar ja chhe!
bahar awtan ketli war?
bhalene, aa banne kanta bar par ektha thay,
bhalene, tun bahar ja rahi jay
ne bandh thai jay aa jaD ne jaDbeslak barnan
gumawwan paDshe to aa tari soneri mojDi
ane khotukla wesh wagha ja ne?
so wot?
a latiyan jhaliyan ne
a labaDtan chinthran ja to chhe tari wastawikta
a ughaDa pag ane unDi utri gayeli ankho ja to chhe
taro wartaman
chaar diwaloni andar
gharkhune chulani aagal ke
sat paDdani peli par pan
tari hakikat to e ja hati eni e ja
albatt, e lokoe
emni pratishtha sachwi rakhwa
apyan hatan tane phool gulabi pharak
pan e to kyare?
jyare e loko shikhwaDe e tun shikhe,
e loko bolawe em tun bole,
chalawe tem chale ane e lokone
game tem (gametem nahi) rahe to!
jo to
jo to
to to ne to ja tane male awan tewan
abhyawchan
e lokoe doreli lakshmanrekhani andar
e lokoe mukela ghaDiyalna takore
e lokoe apeli chawina taletale ja
jo jiwwanun hoy tare
to pachhi bol!
kai baju jawun chhe tare?
etalun to chokkas ke andar to tan ekli ja hoish
pan bahar to hashe anekanek sinDrelao
koik kagal winti, to koik shak wechti,
koik wawti, to koik lanti,
koi bhanawti ne wali bhanti
koike kodali sathe to koike khali hathe,
lakDan winti ke chhokran janti,
randhti, sandhti ke rasta bandhti
ughaDapgi, chinthrehal sinDrelao ja sinDrelao
albatt,
hwe kani emne mate ke na to tare mate
koi sonapri awwani nathi
koi jadui lakDi aDwani nathi
ke koi rupala rajakumarni rah jowani nathi
ne ey sachun ke
ek diwas to aa e lokonan apelan
chinthranye nahi rahe tari pase
ane e ja to hashe taro anawran widhi!
pachhi to tara shwas ne tamara ekmekna nishwas oDhine ja
jiwawun paDshe tare
pan tara name kahewati
galchatti parikthani pankho to kapwi ja rahi, kyarek
ne tari ajubaju wintlayela koshetamanthi ja
kaDhi kaDhine tare tar
wanwo ja paDshe saw potano ja paherwesh
ane tyare e nahi hoy chhupawa mateno, chhupawwa mateno ke pachhi
chhatakwa mateno chhadmawesh!
to pachhi?
chaal,
jo sambhlay chhe?
ek, be, tran, chaar, panch, chh, sat, aath, naw, das, agiyar ane
khenchi ja le hwe to
bijo pag pan umbar bahar
સ્રોત
- પુસ્તક : શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ... (પૃષ્ઠ ક્રમાંક 311)
- સંપાદક : ઉષા ઉપાધ્યાય
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2007