rakatrangi nilima - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રકતરંગી નીલિમા

rakatrangi nilima

પન્ના નાયક પન્ના નાયક
રકતરંગી નીલિમા
પન્ના નાયક

દિવસ અને રાતના સંધિકાળને

નીરખવામાં

ખ્યાલેય ના રહ્યો

અણીદાર પથ્થર અને પગના સંયોગનો. ધાર્યા કરતાં ઘા ઊંડો હતો. ઘરમાં આવી

બ્લ્યૂ બાથટબમાં

નળ નીચે પગ ધર્યો

પહેલાં તો જાણે

ટબમાં નીલ ગગનના

સંધ્યાકાળના રક્ત રંગ છંટકાઈ ગયા.પળભર માટે દુ:ખ વિસરાયું; પાટો બાંધ્યો

પણ ધસી આવતા લોહીને પાટો ચૂસી શક્યો.વહી જતા લોહીની મને ક્યાં નવાઈ છે? દર ચાંદ્રમાસે આકાર ધર્યા વિના વહી જતું લોહી જોઉં છું

વહી જતું લોહી…વહી જતી શક્તિની લાલિમા…એ લાલિમા સાથે

હું

ઢળી જતી

બાથરૂમની આકાશી બ્લ્યુ ફર્શ પર.

સ્રોત

  • પુસ્તક : પ્રવેશ (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સર્જક : પન્ના નાયક
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1975