રાત્રિ
raatri
રાજેન્દ્ર શાહ
Rajendra Shah
રાજેન્દ્ર શાહ
Rajendra Shah
આ રાત્રિ
શ્યામલ ઘેનની મદિરા ઘટે ઘટ પાય ને
જે
વંધ્ય સ્વપ્નની કામ્ય સુંદર કાય
જે
અંધારાના ચીનાંશુકે જાદૂઈ ઢાળે છાંય
જેની
મધુર મૂર્ચ્છામાં સહુ અસહાય
તે
આ લાલ કલગીના વિહંગમકંઠને ઉચ્ચાર ઠંડી થરહરે
તે
નિબિડ પીવર પ્રેતદેહા પાતળી થઈ પીગળે
તે
અવડ વનની આંબલીની ઓથમાં છાની વળે
તે
ડાળ પર લટકંત ઊંધે મસ્તકે
વાગોળ પાંપણ ભીડતી
તેમાં હડપ કરતી પળે.
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 57)
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
