રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનારાયણ, ઓ નારાયણ, આમ આવ. આ અંધારામાં
દીવો કર, કોડિયું બુઝાયું છે; ભયાનક ઓળા યમરાજના દૂત જેમ
ઊતરી આવી મને ભૂતકાળની ખાઈમાં ખેંચી રહ્યા છે.
મને ભય છે, દીકરા, આ રાત હું નહિ કાઢું.
જ્યાં હોય ત્યાંથી આમ આવ નારાયણ!
ન સંતાઈશ, નારાયણ, બારણા બ્હાર ન સંતાઈશ.
ખુલ્લા બારણામાં જોઉં છું અંધારાની પાળ બાંધતો
તારાઓનો પ્રકાશ, પાછળ તું છુપાયેલો. આવ
નારાયણ કોડિયામાં તેલ પૂર દીવો કર, સંતાઈશ
નહિ, નારાયણ, સંતાઈશ નહીં.
શું તું માને શોધે છે, નારાયણ, તારી માને શોધે છે?
એ તો દૂર દૂર તારાઓના પ્રકાશમાં ભળી ગઈ, તે હવે
આ ઓરડામાં પાછી કેમ કરી આવે? આ વસંતની
હવામાં મળી ગઈ; એ કેમ કરી માટીનું રૂપ ફરી ધરે?
શું તું માને શોધે છે, નારાયણ, તારી માને શોધે છે?
આજે ચંદ્ર નહિ ઊગે, નારાયણ, આજે ચંદ્ર નહિ ઊગે.
સૂર્યની સાથે ચાલ્યો ગયેલો ચન્દ્ર કાલે પાછો ફરશે
ત્યારે સવારના તડકામાં એ ચન્દ્રને કેમ કરી તારવીશ, નારાયણ?
તારાઓ જ્યાં અનંત અવકાશની સીમાઓ આંકી રહ્યા છે,
ત્યાં આજે ચન્દ્ર નહિ ઊગે, નારાયણ, આજે ચન્દ્ર નહિ ઊગે.
આજે પંખી સાવ સૂઈ ગયાં છે, નારાયણ, પંખી સાવ સૂઈ ગયાં છે.
ભય છે કે પ્રીત, થાક છે કે આનંદ,
શું છુપાયું છે આ શાંતિમાં તે નથી જાણતો હું.
નારાયણ! આજે પંખી સાવ સૂઈ ગયાં છે, નારાયણ,
પંખી સાવ સૂઈ ગયાં છે.
તું બહુ રાહ જોવરાવે છે, નારાયણ, બહુ રાહ જોવરાવે છે.
તોફાની તું, વૃદ્ધ બાપની વેદનાને વાચા આપી
રહ્યો છે તે હવે જલદી આવ, નારાયણ!
તું બહુ રાહ જોવરાવે છે, નારાયણ, બહુ રાહ જોવરાવે છે.
દોડતો દોડતો આવ, નારાયણ, દોડતો દોડતો આવ,
તારાં નાનાં નાનાં પગલાં સંભળાવ. કાળી કાળી તારી
આંખોનું તેજ પીવરાવ, કાલી કાલી તારી બોલીમાં
નવરાવ, નારાયણ! દોડતો દોડતો આવ, નારાયણ,
દોડતો દોડતો આવ.
તારા રૂપને ઓળખું છું, નારાયણ, તારા રૂપને ઓળખું છું,
નથી સમજતો તે તારામાં છુપાયેલા અરૂપને, નારાયણ!
નથી જેને પામી શકતો તેને જોવા ચાહું છું, તેથી
સાદ કરું છું, નારાયણ! તારા રૂપને ઓળખું છું નારાયણ!
તારા રૂપને ઓળખું છું.
આવ, આવ, નારાયણ, હજી આમ ઓરો આવ,
ઓરો આવ......
narayan, o narayan, aam aaw aa andharaman
diwo kar, koDiyun bujhayun chhe; bhayanak ola yamrajna doot jem
utri aawi mane bhutkalni khaiman khenchi rahya chhe
mane bhay chhe, dikra, aa raat hun nahi kaDhun
jyan hoy tyanthi aam aaw narayan!
na santaish, narayan, barna bhaar na santaish
khulla barnaman joun chhun andharani pal bandhto
taraono parkash, pachhal tun chhupayelo aaw
narayan koDiyaman tel poor diwo kar, santaish
nahi, narayan, santaish nahin
shun tun mane shodhe chhe, narayan, tari mane shodhe chhe?
e to door door taraona prkashman bhali gai, te hwe
a orDaman pachhi kem kari aawe? aa wasantni
hawaman mali gai; e kem kari matinun roop phari dhare?

aje chandr nahi uge, narayan, aaje chandr nahi uge
suryni sathe chalyo gayelo chandr kale pachho pharshe
tyare sawarna taDkaman e chandrne kem kari tarwish, narayan?
tarao jyan anant awkashni simao aanki rahya chhe,
tyan aaje chandr nahi uge, narayan, aaje chandr nahi uge
aje pankhi saw sui gayan chhe, narayan, pankhi saw sui gayan chhe
bhay chhe ke preet, thak chhe ke anand,
shun chhupayun chhe aa shantiman te nathi janto hun
narayan! aaje pankhi saw sui gayan chhe, narayan,
pankhi saw sui gayan chhe
tun bahu rah jowrawe chhe, narayan, bahu rah jowrawe chhe
tophani tun, wriddh bapni wednane wacha aapi
rahyo chhe te hwe jaldi aaw, narayan!

doDto doDto aaw, narayan, doDto doDto aaw,
taran nanan nanan paglan sambhlaw kali kali tari
ankhonun tej piwraw, kali kali tari boliman
nawraw, narayan! doDto doDto aaw, narayan,
doDto doDto aaw
tara rupne olakhun chhun, narayan, tara rupne olakhun chhun,
nathi samajto te taraman chhupayela arupne, narayan!
nathi jene pami shakto tene jowa chahun chhun, tethi
sad karun chhun, narayan! tara rupne olakhun chhun narayan!
tara rupne olakhun chhun
aw, aaw, narayan, haji aam oro aaw,
oro aaw

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 178)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004