promethiyusne sambodhan - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રોમેથિયુસને સંબોધન

promethiyusne sambodhan

મેઘનાદ હ. ભટ્ટ મેઘનાદ હ. ભટ્ટ
પ્રોમેથિયુસને સંબોધન
મેઘનાદ હ. ભટ્ટ

પૃથ્વીવાસીઓને ભડભડતા અગ્નિની ભેટ આપનાર પ્રોમેથિયુસને

મેનકાસ્વરૂપે વિચલિત કરનાર પન્દુરાએ

‘ક્યારે એને ખોલવાના' આદેશથી મળેલી

ઐતિહાસિક ડબ્બીનું ઢાંકણ ખોલી નાખ્યું છે

એને પરિણામથી પોતે ડરી ગઈ છે!

પન્દુરાની ડબ્બીમાંથી

નરસૈંયાના સ્વામીએ વર્જેલાં સૌ પ્રદુષણો

છટકીને પૃથ્વી પર ફેલાઈ ગયાં છે.

એકમાત્ર આશા

જલદી જલદી બંધ થયેલા ઢાંકણ નીચે કેદ થઈને

હજી આજે ય, પ્રોમેથિયુસ!

તને અને તારા અગણિત વારસોને

વિત્રસ્ત અને વ્યગ્ર કર્યા કરે છે!

ભાઈ પ્રોમિથિયુસ!

નથી જોઈતાં ઉછીનાં તેજ, નથી જોઈતું ઉછીનું અજવાળું,

પાછો આપી દે અગ્નિ ઈશ્વરને.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 273)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004