વદનકમળની સુગંધથી લોભાયેલા
vadankamalnii sugandhthii lobhaayelaa
બિલ્હણ
Bilhan

વદનકમળની સુગંધથી લોભાયેલા
ભમરાઓના ટોળાને ઉડાડતાં,
પવનની લહેરખીથી ગાલ પર
ઊડતી વાળની લટને ઠીક કરતાં
પ્રિયાનાં કરકમળનાં કંકણોનો ધ્વનિ
હજીય કરતો મૂર્ચ્છિત મને.
ઢીલો કેશપાશ ને તૂટેલી માળા
સ્મિતની સુધાથી મધુર અધરોષ્ઠ,
ભરાઉ ઉન્નત સ્તનોને ચુમતો
મુક્તાહાર અને ચંચળ આંખો.
એકાન્તે હજીય સ્મરું છું
મારી એ પ્રિયાને.
(અનુ. જશવંતી દવે)



સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 21)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ