રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅમાસના અન્ધકાર શી તસતસતી તારી કાયા,
તારા સ્પર્શમાં ઝાકળની સુખદ શીતળ ભંગુરતા;
તારા મૌનમાં શ્રાવણની આછી ઝરમર,
તારી વાણીમાં ગાઢા વનનાં અડાબીડ
વૃક્ષોની શાખાઓનો નીરન્ધ્ર આશ્લેષ;
તારા મસ્તકનો મારા ખભા પર પારિજાતનો ઢગલો,
બંધ અધરોષ્ઠના અન્ધકારમાં ઓગળતા
પ્રતિપદાના ચન્દ્રની હિમલેખા;
તારી પક્ષ્મછાયામાં હજાર રાક્ષસો,
તારા કેશકલાપમાં લાખ લાખ પાતાળ;
તારી આંખમાં જળપરીનો બિલોરી મહેલ,
તું –
કરોડો પ્રવાલદ્વીપ તારા અસ્થિમાં,
તું પ્રલય
તેથી જ તો તને ઝંખું,
પ્રલયથી સહેજેય ઊણું મને કશું ન ખપે.
amasna andhkar shi tasatasti tari kaya,
tara sparshman jhakalni sukhad shital bhangurta;
tara maunman shrawanni achhi jharmar,
tari waniman gaDha wannan aDabiD
wrikshoni shakhaono nirandhr ashlesh;
tara mastakno mara khabha par parijatno Dhaglo,
bandh adhroshthna andhkarman ogalta
pratipdana chandrni himlekha;
tari pakshmchhayaman hajar rakshso,
tara keshaklapman lakh lakh patal;
tari ankhman jalaprino bilori mahel,
tun –
karoDo prwaladwip tara asthiman,
tun prlay
tethi ja to tane jhankhun,
pralaythi sahejey unun mane kashun na khape
amasna andhkar shi tasatasti tari kaya,
tara sparshman jhakalni sukhad shital bhangurta;
tara maunman shrawanni achhi jharmar,
tari waniman gaDha wannan aDabiD
wrikshoni shakhaono nirandhr ashlesh;
tara mastakno mara khabha par parijatno Dhaglo,
bandh adhroshthna andhkarman ogalta
pratipdana chandrni himlekha;
tari pakshmchhayaman hajar rakshso,
tara keshaklapman lakh lakh patal;
tari ankhman jalaprino bilori mahel,
tun –
karoDo prwaladwip tara asthiman,
tun prlay
tethi ja to tane jhankhun,
pralaythi sahejey unun mane kashun na khape
સ્રોત
- પુસ્તક : ઈતરા (પૃષ્ઠ ક્રમાંક 11)
- સર્જક : સુરેશ જોષી
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 1997
- આવૃત્તિ : 2