રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગોરાડુ જમીન જેવી એ સ્ત્રી
મારી ચોતરફ મારા પગ તળે પથરાચેલી છે.
પૂરના પાણી માફક હું એનાં પડોમાં પેસું છું.
ને એ પુષ્ટ થાચ છે.
એ મને ઘટક ઘટક પીએ છે,
ને પછી ખઈ જાચ છે મને
બીયારણ બનાવીને.
છતાં મને લાગે છે કે એ મારી સ્વાધીન સંપત્તિ છે, ધન છે મારું,
એમાં એની ચાલાકી છે.
ચાલાકી અથવા લાચારી,
અથવા માચા.
એની કાયાની માટી જાદુઈ છે,
સરળ
અને સહજ.
સહજપણે એ સ્ત્રી મહેકી ઊઠે છે, હું ચૂમું તો.
જાદુઈ રીતે એ સ્ત્રી છલકાઈ ઊઠે છે, મારે કારણે,
જઘનો વચ્ચે અથવા તો આંખોમાં.
ક્ચારે ક્ચાં તે હું કહી નથી શકતો.
એ પણ બરાબર જાણતી નથી,
પોતાને.
પોતાની જાત કરતાં વધારે મને જાણનાર એ સ્ત્રી
નરમ માટીની કરાડ જેવી જરામાં ઢળી ઢગલો થઈ જાચ છે
ને પોતાની સઘન જંઘા વચ્ચે મને દાટી દે છે.
સ્તનો વચ્ચે બંધ બીડેલું લોકેટ બનાવી મને જાળવી લે છે.
નરી કિશોરી છે એ, અક્ષતા,
એની છાતીને ગૂંદી નાખી, એની કેડને મરડી નાખી, એના બેય
ઘૂંટણને આભલગી ફંગોળી, એને સાવ પરવશ બનાવી નાખું છું
તે પછીની પળે – નરી કિશોરી બની
મને નવેસરથી પડકારે છે.
એને મારા જેવો કોઈ પ્રેમી નથી
મને એના જેવી કોઈ શત્રુ.
(૧૯૮૬)
સ્રોત
- પુસ્તક : જટાયુ (પૃષ્ઠ ક્રમાંક 66)
- સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2009