ચોમાસામાં રમણી
chomasama ramani
પ્રદીપ સંઘવી
Pradip Sanghvi

જોરથી ફૂંકાતો પવન,
સામો વરસાદ,
ઝુકાવેલું માથું,
આડો ધરેલો હાથ,
છૂટી ગયેલા વાળ,
ઊંધી ઊડતી લટો,
ફડફડતો સાળુ,
ચણિયાનો ઘેર.
એવી રમણી,
પવનમાં,
આ લીમડી.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ