રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહું તને ચાહું છું, તને જ એકમાત્ર તને જ
અને આ સૂરજનાં ઝળાંહળાં અજવાળાં ઝંખવાઈ જશે પછી પણ
અને આ મંદ-મધુર વહેતો પવન થાકીને સ્થિર થઈ જશે પછી પણ
અને આ વાંભ વાંભ ઊછળતાં મોજાંની અગણિત માયા સમેટાઈ જશે પછી પણ
અને વરાહના એક દાંત પર સમતુલા જાળવીને પૃથ્વી ઊભી થશે પછી પણ
હું તને ચાહ્યા કરીશ, તને જ, એકમાત્ર તને જ
એમ માનવાની ભૂલ કરતો નહીં
મારા પ્રિયતમ
આજે હું તને ચાહું છું, તને જ, એકમાત્ર તને જ.
આવતી કાલે...આવતી કાલે...
–પણ મારી આજ સાચી છે.
મારાં હાડમાંસ ને નસોમાં વહેતા લોહી જેટલી
સાચી છે મારી આજ.
એટલે કહું છું.
ધર્મરાજાની આંગળી પકડીને સ્વર્ગમાં પુનઃપ્રવેશ કરતા
યમરાજની સાક્ષીએ કહું છું :
આજે હું તને ચાહું છું, તને જ એકમાત્ર તને જ
મારા પ્રિયતમ
અને
આવતી કાલને...આવતી ક્ષણને પણ...હું ઓળખતી નથી.
hun tane chahun chhun, tane ja ekmatr tane ja
ane aa surajnan jhalanhlan ajwalan jhankhwai jashe pachhi pan
ane aa mand madhur waheto pawan thakine sthir thai jashe pachhi pan
ane aa wambh wambh uchhaltan mojanni agnit maya sametai jashe pachhi pan
ane warahna ek dant par samatula jalwine prithwi ubhi thashe pachhi pan
hun tane chahya karish, tane ja, ekmatr tane ja
em manwani bhool karto nahin
mara priytam
aje hun tane chahun chhun, tane ja, ekmatr tane ja
awati kale awati kale
–pan mari aaj sachi chhe
maran haDmans ne nasoman waheta lohi jetli
sachi chhe mari aaj
etle kahun chhun
dharmrajani angli pakDine swargman punprawesh karta
yamrajni sakshiye kahun chhun ha
aje hun tane chahun chhun, tane ja ekmatr tane ja
mara priytam
ane
awati kalne awati kshanne pan hun olakhti nathi

સ્રોત
- પુસ્તક : શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ... (પૃષ્ઠ ક્રમાંક 81)
- સંપાદક : ઉષા ઉપાધ્યાય
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2007