chando mara angne - Free-verse | RekhtaGujarati

ચાંદો મારા આંગણે

chando mara angne

વિનુ બામણિયા ‘અતીત’ વિનુ બામણિયા ‘અતીત’
ચાંદો મારા આંગણે
વિનુ બામણિયા ‘અતીત’

ચાંદો મારા આંગણે

આવે રમવા

રાતે ઘરમાં

ચાંદરણું બની

સૂરજ રોજ મારૂં જળ પીવે

ઊગતી સવારે

સુગંધ મને અડીને

તને અડે

રસ્તો તારે ઘેર તને

પહોંચાડે

મારે ઘેર મને

આંબો

બેઉં એની પર ચડીએ, પડીએ

કૂણી કૂણી ડાળખીઓ ચગદીએ, ચાવીએ

મૂળ આપણને સાંધે

વડલાનાં ટેટાં

ભાંગીને મને

આપે

હું ભાંગીને તને

લંબાયેલી સાવસુંદર ડાળખી

કઈ કરવત વહેરી ગઈ?

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.