પ્રત્યાઘાત
Pratyaghat
સુરેશ ઉપાધ્યાય
Suresh Upadhyay
સુરેશ ઉપાધ્યાય
Suresh Upadhyay
નગરમાં
હાહાકાર વ્યાપી ગયો છે.
અગ્રણી
બુદ્ધિજીવીઓ, સમાજસેવકો
તથા
ધર્મપ્રચારકોએ
એકી સાથે
વિષપાન કરીને
આપઘાત કર્યો છે.
કારણ કે
કાલે
નગરની એક સંભ્રાંત વેશ્યાએ
આત્મકથા લખવાનો
નિર્ણય વ્યક્ત કર્યો છે.
(અનુ. દિલેરબાબુ)
સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 17)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
