રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
પ્રશ્નોપનિષદ
prashnopnishad
ગુણવંત શાહ
Gunvant Shah
લોક પૂછે છે :
આ કવિતા આવે છે ક્યાંથી?
મને પણ થાય છે કે
આ વાયરો મૂળ ક્યાંનો વતની?
મહાસાગરની રાષ્ટ્રીયતા કઈ?
મેઘધનુષ ક્યાંથી redirect થઈને આવ્યું?
ઝાકળના ગામનો પિનકોડ નંબર શો?
ઊર્ધ્વમૂલ વૃક્ષ કઈ વાડીમાં ઊભું છે?
અનંતના વહેણમાં અતીતનો ઓવારો ક્યાં આવ્યો?
વૃક્ષને કલરવ ફૂટે એમ
મૌનને ફૂટે છે શબ્દ
ને ત્યારે
કવિ અને ઈશ્વર વચ્ચે
માંડ એક વેંતનું છેટું હોય છે.
સ્રોત
- પુસ્તક : ટહુકો : ગુણવંતવિશેષ (પૃષ્ઠ ક્રમાંક 117)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
- વર્ષ : 1999
- આવૃત્તિ : બીજી સંવર્ધિત આવૃત્તિ