taipist chhokrine - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ટાઇપિસ્ટ છોકરીને

taipist chhokrine

જ્યોતિષ જાની જ્યોતિષ જાની
ટાઇપિસ્ટ છોકરીને
જ્યોતિષ જાની

ચોટ્ટી,

બિલ્લીના મ્યાઉં જેવી તું!

તારી ખાંખાંખોળી આંખો, લીલીબિલીઇલ્લીબિલ્લી

જુએ બધું લીલું લીલું

છમ્—

ચોરપગલે અહીં ફરે તહીં ફરે

ચૂપ અને ચાપ

મારી ક્ષણોને તું ચાટી ચાટી

મ્યાઉં કરે—

ટપ્પ ટપ્પ ટીપે...

ટીપે ટીપે...

ચૂપ અને ચાપ

આકાશના ઉંદરને મ્યાઉં કરી

ફક્ક!

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 1 (પૃષ્ઠ ક્રમાંક 161)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973